નડિયાદના હનુમાનજી મંદિરમાં 48 કલાકમાં બે વાર ચોરી થઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલા હનુમાનજીના મંદિરમાં 48 કલાકમાં બે વખત ચોરી થતાં ચકચાર મચી છે. હાલમાં આ મામલે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરની તપાસ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ શ્રી ભડભંજન હનુમાનજી મંદિરમાં 48 કલાકમાં બે વાર ચોરી થતાં ચકચાર મચી છે. મંદિરના વ્યવસ્થાપક અશોકભાઇ પંચાલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, પહેલી ચોરી 27 મી માર્ચની રાત્રે થઇ હતી જેમાં તસ્કર મોટી દાન પેટી તોડીને લઇ ગયો હતો. બાદમાં બીજી ચોરી 29 મી માર્ચની રાત્રે 12 વાગ્યાના અરસામાં થઇ હતી. જેમાં તસ્કર નાની પેટીમાંથી રોકડની ચોરી કરી ગયો હતો. આ મામલે નડિયાદ ટાઉન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. હાલના તબક્કે આ મામલામાં નજીકમાં જ રહેતાં કોઇ વ્યક્તિની સંડોવણી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. બાકી શહેરમાં લોકડાઉનમાં પોલીસનો ચુસ્ત પહેરો હોવાથી દૂરથી કે અન્ય કોઇ વિસ્તારમાંથી કોઇ વ્યક્તિ ચોરી કરવા બસ સ્ટેન્ડ સુધી આવી શકે તેમ નથી. જેને પગલે હાલમાં પોલીસ આસપાસના વિસ્તારમાં રહેતાં શંકાસ્પદ લોકોની તપાસ કરી રહી છે.

લોકડાઉનમાં પોલીસ સક્રિય હોવા છતાં તસ્કરોઅે કળા કરી

અન્ય સમાચારો પણ છે...