તાપમાનનો પારો સાડા ત્રણ ડીગ્રી ઉંચકાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલારભરમાં સતત બીજા દિવસે મહતમ તાપમાનનો પારો ઉંચકાયો હતો જેના કારણે બપોરે જનજીવન આંશિક ગરમીનો અનુમવ કરી રહયુ છે.જોકે,હજુ પણ રાત્રીનુ તાપમાન વીશ ડિગ્રીથી નીચે રહેતા ટાઢકના કારણે બેવડી ઋતુના સંક્રમણનો અહેસાસ થઇ રહયો છે.

જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહે હવામાનમાં પલટો આવતા અમુક સ્થળોએ કમૌસમી છાંટા પડયા હતા. ખાસ કરીને લઘુતમ તાપમાનનો પારો હજુ પણ વીશ ડીગ્રી કે તેથી નીચે રહેતા જનજીવન રાત્રી દરમિયાન ટાઢકનો અનુભવ કરી રહયુ છે.જામનગરમાં સોમવારે સતત બીજા દિવસે મહતમ તાપમાન ઉંચકાયુ હતુ અને પારો 34 ડીગ્રીને પાર કરી જતા શહેરીજનોએ ગરમીનો અનુભવ કર્યો હતો. હાલારભરમાં સુસવાટા મારતા તિવ્ર પવનનો મુકામ રહયો છે. જેના કારણે ખાસ કરીને મોડી સાંજ બાદ વાતાવરણમાં ટાઢકનો લોકો અહેસાસ કરી રહયા છે. ફરી બેવડી ઋતુના સંક્રમણના કારણે રોગચાળાની દહેશત પણ જાણકારો સેવી રહયા છે.જોકે,ઉનાળાના આરંભ સાથે હવે ધીરે ધીરે દિવસનુ તાપમાન ઉંચકાતા બેવડી ઋતુથી પણ લોકોને મુકિત મળશે એવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.જામનગરમાં લઘુતમ તાપમાન 18.5 અને મહતમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયુ હતુ અને પવનની ઝડપ પ્રતિ કલાક સરેરાશ 15થી 20 કિમી. રહેવા પામી હતી.

સુસવાટા મારતા પવન વચ્ચે રાત્રે હજુ પણ ટાઢકથી ફરી બેવડી ઋતુનુ સંક્રમણ
અન્ય સમાચારો પણ છે...