તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુના કંડલામાં ટેન્કરના પૈડા યુવાનના માથા પર ફરી વળ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કંડલા પોર્ટથી કંડલા ગામ તરફ ગયેલા 20 વર્ષના સ્કુટી ચાલક યુવાનના માથા પરથી ટેન્કરના પૈડા ફરી વળતાં ઘટનાસ્થળે યુવાનનું મોત નિપજ્યું હોવાની ઘટના કંડલા મરિન પોલીસ મથકે નોંધાઇ છે.

મુળ યુપીના અને કંડલામાં કચ્છ એન્ટરપ્રાઇઝમાં નોકરી કરતા મૃતકના ભાઇ અરૂણકુમાર રામશંકર વીશ્વકર્માએ ફરિયાદ નોંધાવી છે કે, બનાવ ગત સાંજે 7:15 વાગ્યાના અરસામાં બન્યો હતો જેમાં તેમનો 20 વર્ષીય ભાઇ અનુજકુમાર રામાશ઼કર વિશ્વકર્મા તેના મિત્રનું એક્ટિવા લઇ કંડલા પોર્ટથી કંડલા ગામ તરફ ગયો હતો ત્યારે એસીટી કંપનીના ગેટમાંથી બહાર નિકળી રહેલા ટેન્કર ચાલકની બેદરકારીથી
ટેન્કર એક્ટિવા ચાલક અનુજકુમારના માથા ઉપરથી ટેન્કરનું પૈડું ફરી જતાં યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...