કૂવાના પાણીના પૈસા બાબતે તકરાર થતાં લાકડીઅો ઉછળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઠાસરા તાલુકાના મરઘાકૂઇ ગામે કૂવાના પાણીના પૈાસ ચુકવી દીધા બાદ તેના વ્યાજને લઇને થયેલી તકરારમાં 3 શખ્સો દ્વારા લાકડીથી મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે ડાકોર પોલીસે તપાસ હાથ ધરી છે.

ઠાસરાના મરઘાકૂઇમાં રહેતા હિતેશભાઇ કરણસિંહ ઝાલાએ ગામમાં રહેતા સોમાભાઇ ભીખાભાઇ પરમારના કૂવાનું પાણી વાળેલ અને તેના પૈસા આપી દીધા હતા. તેમછતાં પૈસાનું વ્યાજ માંગતા હિતેશભાઇએ વ્યાજના પૈસા આપવાની ના પાડતાં સોમાભાઇ પરમારે લાકડીથી હિતેશભાઇને માર માર્યો હતો. આ સમયે ભાવેશભાઇ કરણસિંહ ઝાલા છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે હિતેશભાઇ ઝાલાની ફરિયાદના આધારે ડાકોર પોલીસે સોમાભાઇ ભીખાભાઇ પરમાર, રંગીતભાઇ ભીખાભાઇ પરમાર તથા મંગુબેન સોમાભાઇ પરમાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે 3 વ્યક્તિઅો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઠાસરા તાલુકાના મરઘાકૂઇ ગામે બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...