પોલીસ પરિવારે પુત્રની શ્રદ્ધાંજલીએ માસ્ક બનાવીને વિતરણ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુત્રના મૃત્યુના 10મી તિથિએ વઢવાણ પોલીસમથકના એએસઆઇ અને તેમના પરિવારે 330 માસ્ક બનાવીને પોલીસકર્મીઓ અને હૉસ્પિટલ સ્ટાફમાં વિતરણ કર્યું હતું. એએસઆઇ એમ. ડી. વાઘેલાનો પુત્ર નિતેષનું 27-3-2010એ વીજબોર્ડની સ્વિચ ચાલુ કરવા જતાં શોક લાગતાં મોત થયું હતું. શુક્રવારે પુત્રની વિદાયને 10 વર્ષ થતાં તેમણે તથા તેમનાં પત્ની વર્ષાબહેન તેમજ પાયલ, સાગર સાથે મળીને માસ્ક બનાવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...