તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતરામપુરમાં અાવશ્યક ચીજવસ્તુઅોના સ્ટોર બંધ રાખતાં તંત્રે સીલ માર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંતરામપુર કોલેજ રોડ પર આવેલા રામદેવ સુપરમાર્કેટમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક હોવા છતાં છેલ્લા કેટલા સમયથી દુકાન બંધ રાખવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી આ અંગેની જાણ થતાં મામલતદાર દુકાનના સ્ટોકની ચકાસણી માટે દોડી ગયા હતા તપાસ દરમિયાન સ્ટોર બંધ જોવા મળતા પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તેને તાત્કાલિક સીલ માર્યું હતું આ ઉપરાંત સંતરામપુર બસ સ્ટેશન પાસે નવકાર કરિયાણા સ્ટોર ની દુકાનમાં વેપારી દ્વારા તેલ ના ડબ્બા ના નિયત ભાવ કરતાં વધુ નાણાં લેવામાં આવતા હોબાળો મચી ગયો હતો આ અંગેની જાણ થતાં મામલતદાર સ્થળ પર પહોંચી જઈને તાત્કાલિક વેપારી પાસેથી વધારાના ગ્રાહકને પરત અપાવીન કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...