તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જરૂરિયાતમંદોને વાપી રોટરી કલબ રોજના 100 કીટો આપે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

21 દિવસના લોકડાઉનના કારણે ગરીબ અને શ્રમિકોને સૌથી વધારે અસર થઇ રહી છે. જેથી વાપી વીઆઇએ એશોસિએશન દ્વારા વાપી રોટરી કલબ , કલેક્ટર, પુરવઠા અધિકારી, પ્રાંત અને મામલતદારના સહયોગથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ખાસ કરીને વાપી વીઆઇએ અને ‌વીઇસીસી ખાતે સેન્ટર બનાવવામાં આવ્યું છે. રોટરી કલબ ઓફ વાપીના પ્રમુખ આર.જે.સિંગે જણાવ્યુ હતુ કે રોટરી કલબ ઓફ વાપી દ્વારા 1 કલાકમાં જ રૂ.5 લાખ ફંડ એકત્ર કરાયુ હતું. જે અંતગર્ત હાલ રોજના 100 જેટલી કીટ જરૂરિયાતમંદોને આપવામાં આવી રહી છે.અઠવાડિયા સુધી ચાલી શકે તેવી અનાજ કીટ જરૂરિયાતમંદોને અપાઇ રહી છે. એક કીટની અંદાજિત કિંમત રૂ.1 હજાર કરતાં વધુ છે. રોટરી કલબના મેમ્બરો હાલ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. કલેકટર,પુરવઠા અધિકારી,મામલતદાર અને વીઆઇએનું વોટસઅપ ગૃપ બનાવ્યુ છે. જેમાં જયા જરૂર પડે ત્યાં અનાજ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. સામાજિક સંસ્થાઓ કે આગેવાનોએ ફુટ પેકેટ કે અનાજ કીટ મોકલવવા હોય તો વીઆઇએ ખાતે કલેકશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યુ છે. જયા મોકલવાની રહેશે. અહીથી અનાજ કીટ અને ફુડ પેકેટનું વિતરણ કરવામા આવી રહ્યુ છે. જરૂરિયાતમંદોએ 02602433950 ઉપર સંપર્ક કરવા એક અખબારયાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...