તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવશ્યક ચીજોની સંગ્રહખોરી કરતા મેડીકલ સ્ટોરમાં દરોડા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરમાં કોરોના વાયરસ સામે નગરજનોને જાગૃત કરવાની સાથોસાથ માસ્ક અને સેનિટાઇઝરની થતી કાળાબજારી સામે સોમવારે આણંદ પુરવઠા સહીત અન્ય ખાતાએ દસ જેટલા મેડીકલ સ્ટોરમાં છાપા માર્યા હતા. ત્યારે ચેકીંગ દરમ્યાન કોઇ કાળાબજારી સંગ્રહખોરી થતી નહીં હોવાની વિગતો બહાર આવી હતી. તંત્ર દ્વારા એકાએક મેડીકલ સ્ટોર પર ચેકીંગ કાર્યવાહીના પગલે સંગ્રહખોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકારના ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા માસ્ક સેનિટાઇઝર ઉત્પાદન, ગુણવત્તા વેચાણ વગેરેના નિયંત્રણ માટે આવશ્યક ચીજવસ્તુ હુકમ બહાર પાડવામાં આવ્યો છે. જે જહેરનામુ઼ 30-6-20 સુધી અમલમાં રહેશે. જે અંતર્ગત આણંદ તોલમાપ, આણંદ પુરવઠા વિભાગ, આણંદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ટીમ બનાવી શહેરના જુદાજુદા મેડીકલ સ્ટોર પર ચેકીગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચેકીંગ દરમ્યાન મેડીકલ સ્ટોરના સંચાલકોને સૂચનાઓ આપવામાં આવતી હતી. પ્રદર્શિત કરેલ આવશ્યક વસ્તુ (દવા)નો ભાવ દશાર્વેલ હોય ેતના કરતાં વધુ ભાવે નહીં વેચવા જણાવવામાં આવતું હતું. આમ, તંત્ર દ્વારા સોમવારે ટીમો બનાવી આકસ્મિક રીતે ચેકીંગ હાથ ધરાયું હતું.

આણંદમાં મેડીકલ સ્ટોરમાં આકસ્મિક ચેકીંગ કરતા ફફડાટ ફેલાયો

અન્ય સમાચારો પણ છે...