તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનાવશ્યક વસ્તુઓની હેરફેરને પણ મંજુરીથી લોકડાઉનનો હેતુ માર્યો જશે!

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ શહેર દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલાના આધારે બનેલું શહેર છે. જેથી તેને પોર્ટ સીટી પણ કહેવાય છે. કેંદ્ર સરકાર દ્વારા લોકડાઉનના પાંચમા દિવસે પોર્ટને આવશ્યક સુવિધાઓની સુચીમાં નાખ્યા બાદ ન નજરે ચડેલી સમસ્યાઓ સામે આવતા હવે આવશ્યક સુવિધાઓ સીવાયની તમામ સગવડો માટેના ટ્રાન્સપોર્ટૅશનને પણ વીના પાસ વહનની મંજુરી આપી દીધી છે. જેના કારણે લોકડાઉનનો મુળ હેતું માર્યો જશે તેવો સુર ઉઠવા પામ્યો છે.

આ તમામ ઉઠાપઠકની શરુઆત દેશમાં જાહેર કરાયેલા લોકડાઉન બાદ જે વ્યવસ્થાઓ ચાલું રહેશે, તેની આવશ્યક સુચી બહાર આવી ત્યારથી થઈ હતી. જેમાં પોર્ટની ગતીવીધીનો સમાવેશ કરાયો હતો, પરંતુ રાજ્ય સરકારોએ સીએફએસ અને ટ્રાન્સપોર્ટેશન પર સંદતર અંકુશ લાદી દેતા પોર્ટમાં આવતા જે જતા કાર્ગોના વહન કરવાની ચેઈન ખોરવાઈ ગઈ હતી. પોલીસીમાં ભુલનો અંદાજો આવ્યા બાદ લોકડાઉનના પાંચમા દિવસે દેશના ગ્રુહ સચીવે નોટીફિકેશન બહાર પાડીને માર્ગદર્શીકામાં એક બદલાવ કરીનેઆવશ્યક સાથે આવશ્યક ન હોય તે ચીજવસ્તુઓના પરિવહનને પણ કોઇ પાસની જરુરીયાત ન હોવાનું કહીને લીલીઝંડી આપી દીધી હતી. જેને ધ્યાનમાં રાખીને કચ્છ ક્લેક્ટરએ પણ રવિવારના દિવસેજ બંન્ને પોલીસ અધિક્ષકોને પત્ર પાઠવીને કોઇપણ પ્રકારના વર્ગીકરણ વગર તમામ પ્રકારની ચીજવસ્તુઓના ફકત ટ્રાન્સપોર્ટેશનને પાસ મેળવવાની આવશ્યકતા નહી રહે તેવું જણાવ્યું હતું. આ પરિવર્તનથી ટ્રાન્સપોર્ટૅશન શરુ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પણ સામે મજુરોના અભાવે ટ્રેડ પર કામ કરવા માટે દબાણ સર્જવામાં આવી રહ્યું હોવાની રાવ પણ ઉઠવા પામી છે. સંલગ્ન વ્યવસાયીઓનું કહેવું છે કે જો ટ્રાન્સપોર્ટ શરુ થશે તો તેની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી ઘણી વ્યવસ્થાઓને ચાલુ રાખવાની ફરજ પડશે. જેમાં ગેરેજ, ઢાબા સહિતની બાબતોનો સમાવેશ થાય છે. આમ હજારો લોકોને બહાર નિકળવું પડશે અને લોકડાઉનનો મુળ હેતું માર્યો જશે. અન્ય દેશોમાં થયેલી નિરંકુશ સ્થિતીઓ અહિ ન સર્જાય તે માટેની રાવ ઉઠવા પામી રહી છે.

તમામ ટ્રાન્સપોર્ટેશનને વહનની મંજુરી અપાતા ઉઠતા પ્રશ્નો

અન્ય સમાચારો પણ છે...