તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં લોકડાઉનને પગલે અટવાયેલા પરપ્રાતિયો બેહાલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના ઇન્દિરા નગરી તળાવ પાસે રહેતા પરિવાર

_photocaption_નડિયાદ શહેરમાં રહેતા અને નાના મોટા વ્યવસાય કરતાં પરપ્રાંતિયોની હાલત લોકડાઉનથી કફોડી બની છે.*photocaption*

અમારી પાસે 3 દિવસનું જ રાશન છે પછી ભગવાન ભરોસે

નડિયાદમાં છેલ્લા 5 થી 10 વર્ષથી પાણીપુરીનો વ્યવસાય કરતાં 10 પરિવારોના 50 જેટલાં લોકો ઇન્દિરા નગરી તળાવ નજીક રહે છે. આ પરિવારોમાં ઉત્તરપ્રદેશના ઝાલોન અને મધ્યપ્રદેશના રહેવાસીઓ છે. આ પરિવારના મોહરસીંગે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે હાલ અમારો પાણીપુરીનો વ્યવસાય બંધ છે અને અમારી પાસે બે કે ત્રણ દિવસનું જ રાશન પડ્યું છે, આગળનું બધું ભગવાન ભરોસે રહેશે. અમે વતન જવા ઇચ્છીએ છીએ પરંતુ ગરદીવાળા વાહનનો ઉપયોગ કરવાનું અમને ઇચ્છનીય લાગતું નથી.

નડિયાદ | નડિયાદ શહેરમાં છૂટક મજુરી અને નાનો - મોટો વ્યવસાય કરી જીવન ગુજારતાં પરપ્રાંતિયોની હાલત લોકડાઉનના પગલે કફોડી બની છે. શહેરના ઇન્દિરા નગરી તળાવ પાસે રહેતા અને પાણીપુરીનો વ્યવસાય કરતાં મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના પરિવારો પાસે ત્રણ જ દિવસનું કરિયાણું છે, તેવી જ રીતે બનારસથી આવેલાં 25 લોકો અહીં તરબુચનો વ્યવસાય કરે છે, પણ લોકડાઉનમાં ગ્રાહક જ આવતાં ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે. આ લોકોને પણ ખાવા-પીવાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...