ફેકટરીના માલિકે જતા રહેવાનું કહેતાં 300થી વધુ લોકોને વતન મોકલવાની વ્યવસ્થા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમામ લોકોને તકેદારી રાખવા પણ કહ્યું

સાયલાના હોટલ માલિકની દરિયાદિલી

_photocaption_રાજસ્થાનના પરિવારોને ચોટીલાની હોટલમાં આશ્રય આપી ભોજન કરાવ્યું.*photocaption*

લોક ડાઉનને લઇને ખાસ કરીને જુદી જુદી ફેકટરીમાં કામ કરતા પર પ્રાંતીય મજુરોની હાલત કફોડી બની ગઇ છે. ફેકટરીના માલિકોએ પરપ્રાંતના લોકોને રહેવાની વ્યવસ્થા ન હોવાનું કહેતા આ લોકો પોતાના વતન જવા માટે મજબુર બન્યા હતા. પરંતુ લોક ડાઉનને કારણે હાઇવે પર તમામ વાહનો બંધ થઇ ગયા હતા. પ્રાઇવેટ વાહનો જઇ શકે તેવી સ્થીતી ન હતી. આથી રાજસ્થાનના જુદા જુદા ગામોમાં રહેતા અંદાજે 300 થી વધુ લોકો સ્ત્રીઓ અને બાળકો સાથે ચાલીને સાપરથી રવાના થાયા હતા. ત્યારે સાયલા પાસે આવેલી રવીરાજ હોટલના માલિક રવીરાજભાઇ પટગીર અને તેમના સ્ટાફે તમામ લોકોને જમવાની વ્યવસ્થા કરી આપી હતી. બાદમાં આ લોકોએ પોતાના વતનમાં જવાની વાત કરતા સાયલા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે પણ ખુબ સારો સહકાર આપતા રાજસ્થાની પરિવારની સમસ્યા હળવી બની હતી. આ લોકોને એક બીજાને વાયરસનો ચેપ ન લાગે તેવી રીતે બેસાડી રાજસ્થાન તરફ રવાના કર્યા હતા.

આ અંગે રવિરાજ હોટલના માલીક રવિભાઇ પટગીરે જણાવ્યું કે, રાજકોટનું એક સેવાભાવી ગૃપ પણ આ કાર્યમાં જોડાયુ હતુ. રાજસ્થાનના તમામ પરિવારને કોરોના વાયરસથી બચવા માટે સેનેટાઇઝની બોટલો આપીને વાહનમાં પણ એક બીજાથી દૂર બેસવાની સાથે મોઢા ઉપર રૂમાલ બાંધવા માટે ખાસ જણાવ્યુ હતુ. જમવાનું પણ પાર્સલ કરીને પાણીની બોટલો પણ આપવામાં આવી હતી.

ભાસ્કર ન્યૂઝ | સુરેન્દ્રનગર દેશમાં લોક ડાઉનને લઇને તમામ એકમોની સાથે સાપર જીઆઇડીસી પણ બંધ કરી દેવામાં આવી છે. આ ફેકટરીમાં કામ કરતા રાજસ્થાનના પરિવારો નોધારા બની ગયા હતા. ત્યારે સાયલા હાઇવે ઉપર આવેલી રવીરાજ હોટલમાં અંદાજે 300થી વધુ લોકોને ભોજન કરાવીને રાજસ્થાનના વાહનમાં બેસાડવાની વ્યવસ્થા કરી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...