પારડીમાં બે જ મેડિકલ સ્ટોર ઇમરજન્સીમાં ચાલુ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

21 દિવસના લોકડાઉનના પારડી શહેર સંપૂર્ણ બંધ છે. ત્યારે મેડિકલ એસોસિએશન દ્વારા દુકાનો ચલાવવા માટે સમય બહાર પાડવામાં આવ્યો છે. જેમાં સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી મેડિકલ ચાલુ રહી શકશે. જયારે ઇમરજન્સીમાં માત્ર બે જ મેડિકલ સ્ટોર ચાલુ રહી શકશે. પારડીના મેડિકલ સ્ટોરના રાજેશ ભાવસાર અને સ્નેહલ નાયકના જણાવ્યાં મુજબ દરેક મેડિકલ સ્ટોરના સંચાલકોએ નિયમોનુ પાલન કરવાનુ રહેશે. જેમાં ઈમરજન્સી સેવા માટે મોહન દયાળ હોસ્પિટલ અને પારડી હોસ્પિટલ આ બન્ને મેડિકલ સ્ટોર ખુલ્લી રહેશે નાના કલીનીકના ડોક્ટરો પણ કોરોના જેવા ગંભીર વાયરસના પગલે નાગરિકો ઘરની બહાર ન નિકળે તે માટે બંધ રાખવામાં આવ્યાં છે. ઇમરજન્સીમાં જ સેવા આપવામાં આવી રહી છે. જો કે પારડી શહેરમાં એક પણ કેસ કોરોના વાઇરસનો પોઝિટિવ નોંધાયો નથી. જેથી લોકોએ રાહત અનુભવી છે.

અન્ય સ્ટોર બપોરે 3 વાગ્યે બંધ થશે

અન્ય સમાચારો પણ છે...