ટોળે વળી એકઠા થતા 10 સામે જાહેરનામા ભંગનો ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને પગલે હાલ લોકડાઉન જાહેર કરાયા બાદ કોઇ પણ વ્યાજબી કારણ વગર લોકોએ બહાર નિકળવું નહીં અને ચારથી વધુ લોકોએ એકઠા ન થવું તેવું જાહેરનામું હોવા છતાં નવી સુંદરપુરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે કોઇ વ્યાજબી કારણ વગર એકઠા થયેલા ભરત નાનજીભાઇ ભીલ, અજિત નીંડામામદ સિરાજ, અલ્લારખા નૂરમામદ ત્રાયા, શબીર બાબીકન સાહની અને ગોકળભાઇ કરણાભાઇ સુથાર વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

ગણેશનગર ચોકમાં કોઇ પણ કારણ વગર એકઠા થયેલા અલારામ પુનાભાઇ મહેશ્વરી, નરશી કાનજીભાઇ ચારણ, મહેશ કરશનભાઇ મહેશ્વરી, વેરશી કાનજીભાઇ મહેશ્વરી અને મેઘજી ભીમજીભાઇ ચારણ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

તો, આદિપુર ખાતે 80 બજારમાં આવેલી દિપક બેકરી પોતાના આર્થિક લાભ માટે લુલ્લી મુકી જાહેરનામાનો ભંગ કરનાર બેકરી માલીક કિશોરભાઇ કનૈયાલાલ કરમચંદાણી વિરૂધ્ધ પોલીસે કાયદાનો કોરડો ઝીંક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...