બીજા દિવસે વાતાવરણમાં પલ્ટો ઃ તાપમાન ગગડ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસના ખોફ વચ્ચે વાતાવરણમાં આવેલા પલ્ટાની આફતનો પણ અંત આવતો નથી. કેમકે હવામાનમાં આવેલા પલ્ટાનો દોર ગુરૂવારે સતત બીજા દિવસે પણ જારી રહ્યો હતો. સવારે થોડીવાર સુધી સૂ્ર્યનારાયણ ઝળહળ્યા પછી આકાશ વાદળોથી છવાઇ ગયું હતું. જેના કારણે સૂર્ય વાદળોથી ઢંકાઇ જતા તાપમાનનો પારો પણ ગગડ્યો હતો. માર્ચ માસ પૂર્ણ થવા આવ્યો અને મહાશિવરાત્રિને પૂર્ણ થયે પણ સવા મહિનો હોવા છતાં ચાલુ વર્ષે હજુ તાપમાનમાં જોઇએ તેવો વધારો થતો નથી. એમાંય બે દિવસથી વાદળછાયા વાતાવરણે તાપમાનમાં ઘટાડો કર્યો છે. આવી સીઝનમાં શરદી અને ઉધરસના કેસો વધી શકે છે, જે સરવાળે કોરોના વાઇરસની આપત્તિને નોંતરવા માટે પૂરતા છે ! ક્યાં સુધી આવું ધુંધળુ અને કંટાળાજનક વાતાવરણ રહેશે તે પણ નક્કી નથી.

કોરોના વચ્ચે હવામાનમાં પલ્ટો ખતરારૂપ

અન્ય સમાચારો પણ છે...