એક્ટિવા માટે ભેગા કરેલા નાણાં ગરીબોને આપી દીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારીને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે ગરીબ વર્ગના લોકો આર્થિક મુસિબતમાં મૂકાઇ ગયા છે. આથી આણંદના ગ્રામ્ય મામલતદારની ધો.11માં ભણતી પુત્રી ઇરવાએ તેને એક્ટિવા લેવા માટે ભેગા કરેલા નાણાં ગરીબવર્ગના લોકોને ઘરદીઠ રૂ.200 લેખે વહેંચી દીધા હતા.

આણંદ ગ્રામ્ય મામલતદારમાં સર્કલ 2માં ફરજ બજાવતા નાયબ મામલતદાર જીગરભાઈ પટેલની પુત્રી ઇરવા આણંદની જે.બી.ઠક્કર સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરે છે. તેમનો પુત્રી વીસીપટેલ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલમાં ધો.9માં અભ્યાસ કરે છે. આ બંને ભાઇ-બહેન વચ્ચે વાત થઇ હતી. તેમની પીંગી બેંકમાં એક્ટિવા લેવા માટે નાણાં ભેગા કર્યા હતા. આ નાણાં વાપરવાનો નિર્ણય લીધો હતો.

આ સંદર્ભે ઇરવા પટેલે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી ભેગા કરેલા રૂપિયાનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. તમામ લોકો ગરીબોને અનાજની કીટ આપે છે. કોઇ તૈયાર ખોરાક આપી જાય છે. પરંતુ દૂધ, દવા અને શાકભાજી
માટે રોકડ રકમની જરૂર પડે છે. આથી ઘરદીઠ રૂ.200 લેખે હાલ 20,000 રૂપિયા વહેચવામાં
આવ્યાં હતાં.

ના. મામલતદારની પુત્રીની સખાવત

અન્ય સમાચારો પણ છે...