તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં ફેરિયાઓની ભીડ જામતા પોલીસે ભગાડ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ અર્બન લાઇવલી હુડ મિશન (એનયુએલએમ) દ્વારા આણંદના શહેરી ફેરિયાઓની માહિતી અેકત્રિકરણ માટે માત્ર 25 ફેરિયાઓને ફોન કરાયા હતા. જેના કારણે ફેરિયાઓ સહાય માટે બોલાવ્યા હોવાનું સમજતા મોટી સંખ્યામાં ફેરિયાઓની ભીડ ભેગી થઇ હતી. તેમના દસ્તાવેજો ઓફિસમાં આપવા માટે લાંબી લાઇન લાગી હતી. આથી પોલીસ અાવી પહાેંચીને ફેરિયાઓની ભીડને ભગાડી દીધી હતી.

રાજ્ય સરકાર દ્વારા તમામ શહેરોમાંથી શહેરી ફેરિયાઓની વિગતો મંગાવવામાં આવી રહી છે. તે મુજબ આણંદ નગરપાલિકા સંકુલમાં આવેલી કચેરીમાંથી માત્ર 25 ફેરિયાઓની વિગત લેવા માટે ફોન કરાયા હતા. આ ફોર્મ ભરવાનું હતું. આ ફોર્મમાં ફેરિયાનું નામ, બેંક એકાઉન્ટનો નંબર માટે પાસબુકની ઝેરોક્ષ તથા આધારકાર્ડની ઝેરોક્ષ એકત્રિત કરવાની હતી. જેમાં તમામ વિગતો ફોન પર લેવાની હતી. સમય આપે તે મુજબ ક્રમ મુજબ એક પછી એક એટલે એક દિવસમાં 25 જણાંની માહિતી ભેગી કરવાની હતી.

આથી આણંદ નગરપાલિકા ખાતે આવેલી એનયુએલએમ કચેરીમાં ફેરિયાઓની લાંબી લાઇન લાગી હતી. જેમાં તમામ ફેરિયાઓને સમજાવવામાં આવ્યાં હતાં. માત્ર માહિતી માંગવા માટે બોલાવ્યાં છે. કોઇ નાણાંકીય સહાય માટે ભેગા કરવા માટે નથી બોલાવ્યા. આમ છતાં લોકોએ ભીડ જમાવી દીધી હતી. ત્યારબાદ સમજાવીને અંતર રાખીને છૂટા ઉભા રહેવા દેવા માટે સમજાવ્યાં હતા.

આમ છતાં ભીડ ભેગી થવાને કારણે અને પોલીસને બોલાવવી પોલીસે ભગાડી દીધા હતા.

કચેરીમાં ફેરિયાઓએ લાંબી લાઇન લગાવી

સહાય માટે માહિતી માંગતા ગેરસમજ ફેલાઇ

અન્ય સમાચારો પણ છે...