જસદણમાં મધ્યમવર્ગના વેપારી દંપતી દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જસદણ : કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે જસદણમાં કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે જસદણ શહેર તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને બચાવવા માટે મેનલભાઈ રાજાણી(વરૂણ બેગવાળા) અને તેમના પત્ની સુધાબેન રાજાણી દ્વારા કાપડમાંથી પોતાના હાથ વડે 25000થી પણ વધારે માસ્ક બનાવીને પડતર કિંમતમાં જરૂરીયાતમંદ લોકોને માસ્ક આપી બિરદાવવાલાયક કામ કરેલ હતું. નાના વેપારી પણ આ મહામારીમાં કોઈપણ જાતનો નફો લેવો નહિ અને રાત દિવસ એક કરીને કામ કરતા હોવાથી આ દંપતીના કાર્યને જસદણના લોકોએ બિરદાવ્યું હતું. સાથોસાથ જસદણ નગરપાલિકા, પોલીસ સ્ટેશન, બેન્ક સ્ટાફ, સરકારી હોસ્પિટલ અને આવી નાની-મોટી સંસ્થાના કર્મચારીઓને ફ્રી માં માસ્કનું વિતરણ કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...