તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાળાબંધીમાં મુક્તિનો પાસ 2 કલાકમાં ઓનલાઇન અપાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોવેલ કોવીડ-19ને કારણે હાલમાં સમગ્ર દેશમાં તાળાબંધી કરવામાં આવી છે. ત્યારે આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓથી લોકો વંચિત રહે નહી તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા તાળાબંધીમાં મુક્તિનો પાસ આપવાનો નિર્ણય લીધો છે. મુક્તિના પાસનો લાભ તમામને નહી પરંતુ માત્ર ને માત્ર આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદકો તેમજ તેનું પરિવહનકર્તા ટ્રાન્સપોર્ટેશનવાળા ઉપરાંત આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કર્તા વેપારીઓને તેમજ મેન્ટેનન્સની કામગીરી કરતા વેપારીઓને જ મુક્તિનો પાસ અપાશે તેમ જિલ્લા કલેક્ટર ડો.કુલદીપ આર્યે જણાવ્યું છે. હાલમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકોને સામાજિક અંતર રાખવું જરૂરી છે.

તાળાબંધીમાં મુક્તિના પાસ લેવા માટે ઉપરોક્ત વેપારીઓ જનસેવા કેન્દ્ર ખાતે આવવું પડે નહી. વેપારીઓ એકી સાથે જનસેવા કેન્દ્ર ખાતે ઉમટી પડે તો ભીડ થવાથી જે સામાજિક અંતર જળવાશે નહી. આથી આવી પરિસ્થિતિનું નિર્માણ થાય નહી તે માટે તાળાબંધી મુક્તિનો પાસ ઓનલાઇન આપવાનો કલેક્ટરે નિર્ણય લીધો છે. જેમાં મુક્તિનો પાસ મેળવનાર વેપારીએ વોટ્સએપ નંબર 8320335010 નંબર ઉપર હાઇ લખીને મોકલવાનું રહેશે. ત્યારબાદ વોટ્સએપ ઉપર મુકેલેલી લીંકમાં વિગતો ભરીને સવારે 10થી સાંજે 6 કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે. ત્યારબાદ વોટ્સએપ નંબર ઉપર બે કલાકમાં જ વેપારીઓને ઇ-પાસ મળી જશે.

ઉત્પાદકો, પરિવહનકર્તા અને વિતરણકર્તાઓને પાસ અપાશે

અન્ય સમાચારો પણ છે...