દમણ લોકડાઉનમાં જીવન જરૂરિયાત સામાનની દુકાનનો સવારે 8થી 4 ખુલ્લી રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી | દમણમાં લોક ડાઉનની સ્થિતિમાં લોકોને જીવન જરૂરિયાતનો સામાન આસાનીથી મળી રહે એ આશયથી શનિવારે કલેકટર ડો. રાકેશ મિન્હાસે વધુ એક આદેશ બહાર પાડ્યો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેનટ એક્ટ 2005 મુજબ કલેકટર કહ્યું છેકે, દમણમાં જીવન જરૂરિયાતનો સામાન જેવો કે, દૂધ, બિસ્કિટ, ફળ, શાકભાજી, માંસ અને માછલી સહિત રાંધેલા ન હોય એવા ખાદ્ય પદાર્થની દુકાનો રવિવાર 29મી માર્ચથી આગામી 5મી એપ્રિલ સુધી સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવા આદેશ થયા છે. ઉપરોક્ત આદેશનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉનમાં પ્રશાસન દ્વારા લોકોને કોઇ અગવડા ન પડે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, મેડિકલ સ્ટોર રાબેતા મુજબ ખુલ્લા રહેશે.
અન્ય સમાચારો પણ છે...