હમીરપરમાં કરિયાણું દિવસમાં બે કલાક જ મળી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકોને ઘરમાં જ કેદ રાખવા તંત્ર અને પોલીસ અાકાશ પાતાળ એક કરી રહ્યા છે ત્યારે ટંકારાના હમીરપર ગામના સરપંચે સરાહનીય નિર્ણય કર્યો છે અને પોતાના ગામને કોઇ ચેપ ન લાગે તે માટે કરિયાણાની દુકાનો સવાર સાંજ એક એક કલાક જ ખુલ્લી રાખવા નિર્ણય કર્યો છે, સાથે નિયમ ભંગ કરનાર સામે 5100ના દંડની જોગવાઇ પણ કરી છે. આખું વિશ્વ કોરોનાને હાંકી કાઢવા આકાશ પાતાળ એક કરી રહ્યું છે ત્યારે ટંકારાના નાના એવા હમીરપર ગામના સરપંચ કલ્પેશભાઇ રૈયાણી, ગ્રામ પંચાયતના સદસ્ય દીપક વ્યાસ સહિતનાઓની તાકીદની બેઠક મળી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જો કરિયાણાના દુકાનદારો સવાર સાંજ એક એક કલાક જ દુકાન ખોલે તો બીનજરૂરી ઘર બહાર નીકળતા લોકો પણ રોક લાગી શકે. નક્કી કરવામાં આવેલા સમયનું ઉલ્લંઘન કરનારા વેપારી સામે 5100નો દંડ પણ વસુલ કરવામાં આવશે. બહાર ગામથી અાવતા ફેરિયાને પણ રોકવામાં આવશે અને તેમની પાસેથી 2500નો દંડ લેવાશે. ગ્રામ પંચાયતના આ નિયમોનું પાલન કરવા અંગે ઠેર ઠેર નોટિસો ચીપકાવાશે.

ગામ બચાવવું છે : સરપંચ

હમીરપરના સરપંચ રૈયાણી કહે છે કે ગામડાનું જનજીવન બચાવવું એ પહેલી ફરજ છે, આથી દંડ કરવાનો આકરો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત પાન, મસાલા, ગુટખા, બીડી અને સિગારેટના વેચાણ પર પણ પ્રતિબંધ લાદીને વ્યસનોને જોજનો દૂર રાખવાની પણ અમારી નેમ છે.

_photocaption_લોકો લોકડાઉનનો અર્થ સમજે અને તેનું પાલન કરે, બાંકડા પર બેસવા ન નીકળી પડે તે માટે બાંકડા પર કીલ ફેરવી દેવાયું. }તસવીર : મિત ત્રિવેદી*photocaption*
અન્ય સમાચારો પણ છે...