તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડા જિલ્લામાં કલમ-144 લાગું મેળાવડા-સભા-સરઘસ હવે બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોવેલ કોરોનાના વધતા જતા ભય વચ્ચે શુક્રવારે આખરે પ્રશાસને કલમ-144 અંતર્ગત વધુ સંખ્યામાં લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવું પડ્યું છે. સક્ષમ સત્તાધિકારીની પૂર્વ લેખિત મંજૂરી વિના સભા, સરઘસ, સંમેલન કે મેળાવડા કે લોકમેળા જેવા આયોજનો કરવા સામે મનાઇ ફરમાવી છે. આ ઉપરાંત મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા, અને નાટ્યગૃહો જેવા સ્થળોએ જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તે સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા સામે હુકમો કરાયા છે. જિમ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વીમીંગ પૂલ, ડાન્સ ક્લાસીસ, ગેઇમ ઝોન, ક્લબ હાઉસ, ર્વાટર પાર્ક, ઓડિટોરીયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેઝ હોલ, લગ્નવાડી તથા રીક્રીએશન ક્લબ બંધ રાખવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...