આધેડના અવસાનથી અન્ય સમાજ દ્વારા અંત્યેષ્ઠીના સામાનની વ્યવસ્થા કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદના 57 વર્ષીય રામચંદ્રભાઈ ડામોર, બપોરs હૃદયરોગના પ્રચંડ હુમલાના કારણે ઘરે જ અવસાન પામ્યા હતા. ત્યારે મૃતકના સ્વજનો અગ્નિદાહ કાજે જરૂરી સમાનની કીટ, આવા કરફ્યુનો સમયે ક્યાંથી મળશે તેની મૂંઝવણમાં મુકાયા હતા. દાહોદ શ્રી દશાનીમા વણિક સમાજ દ્વારા જે તે વણિક જ્ઞાતિજનો કાજે તૈયાર કીટ રાખે છે તેઓએ વણિક સમાજના પ્રમુખ મૃણાલ પરીખ સાથે આ કીટ અન્ય જ્ઞાતિના મૃતક કાજે આપી શકાય કે કેમ?- તેની પૃચ્છા કરતા તેમને ‘હા’ કહી તે આપવાની તત્પરતા દાખવી. અને ખાંપણની વ્યવસ્થામાંથી અંત્યેષ્ટી કાજે અનિવાર્ય 20 જેટલી વસ્તુઓની ચીજવસ્તુઓની આ કીટ તદ્દન નિઃશુલ્ક ધોરણે અપાતા મૃતક રામચંદ્રભાઈ ની અંત્યેષ્ટી કાજે કરફ્યુના સમયે વ્યવસ્થા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...