કામ વગર બહાર નીકળતાં લોકો પર પહેલીવાર પોલીસની ડંડાવારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચમાં પોલીસની કડક અમલવારી : ધામરોડ પાટિયા પર હાઇવે સીલ

ભરૂચ,અંકલેશ્વર|ભરૂચ શહેર જિલ્લામાં પોલીસ દ્વારા લોકડાઉન છતા લોકો વિના કારણે વાહનો લઇને ફરવા માટે નિકળી પડતાં હોઇ પોલીસે હવે કડકાઇભર્યું વલણ શરૂ કર્યું છે. શહેરના વિવિધ માર્ગો પર ચેકિંગ માટે ઉભેલી પોલીસની ટીમે હવે માર્ગો પર વિના કારણ લટાર મારવા નિકળતાં લોકોને અટકાવી મેથીપાક ચખાડ્યો હતો. ઉપરાંત તેમને પુન: અત્યંત જરૂરી કામ વિના બહાર નહીં નિકળવા માટે પણ તાકીદ કરી હતી. બીજી તરફ દક્ષિણ ગુજરાતથી ભરૂચ જિલ્લામાં કોઇ વાહન ચાલકો પ્રવેશ ન કરી શકે તે માટે ધામરોડ પાટિયા પાસે પોલીસે હાઇવે સીલ કરી દીધો હતો.કેટલાક લોકોના વાહનો ત્યાં જ અટકી ગયા હતા.

શક્તિનાથ

ફાટાતળાવ

જંબુસર બાયપાસ

મહંમદપુરા

શકિતનાથ

ગોલ્ડનબ્રિજ

ધામરોડ પાટિયા
અન્ય સમાચારો પણ છે...