તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચરોતર પંથકમાં ગરમીની પ્રથમ ઈનીંગ્સ શરૂ : પારો 36.5 ડિ.ગ્રીએ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા ત્રણ દિવસથી ધીમે ધીમે તાપમાનમાં વધારો નોંધાતા આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ જિલ્લાવાસીઓ કરી રહ્યા છે. શુક્રવારે પણ મહત્તમ તાપમાનનો પારો 36.5 ડી.ગ્રી રહેતા જિલ્લાવાસીઓએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો.

આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં આંશિક વધારો નોંધાયો હતો.જો કે ત્યારબાદ ધીમે-ધીમે મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને એપ્રિલ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધવાની સંભાવના કૃષિ વિજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે.

બપોરના સુમારે ગરમ પવન ફૂંકાવાના કારણે મોટાભાગના લોકો બપોરના સુમારે ઘર કે ઓફિસમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે. મોડી સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરતા કેટલાક લોકો લટાર મારવા નીકળતા હોય છે. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે આણંદ જિલ્લાનું મહત્તમ તાપમાન 36.5 ડિ.ગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન 19.5 ડિ.ગ્રી. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 82 ટકા, પવનની ઝડપ 2.6 કી.મી.પ્રતિ કલાક નોંધાયો હતો.

ત્રણ દિવસથી સતત તાપમાનનો પારો ઉંચો જતા ગરમી વધશે

અન્ય સમાચારો પણ છે...