મહિસાગરના વીજ ગ્રાહકોનંુ ચાલુ માસનું વીજ બિલ નહીં આવે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોવેલ કોરોનાવાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં
આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં
આવ્યું છે.

તે સંદર્ભે મધ્ય ગુજરાત વીજ કંપની, ઇજનેર લુણાવાડાની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર વીજ કંપનીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પ્રજાજનોને સતત અવિરતપણે વીજ પુરવઠો
મળી રહે તે માટે આ વિકટ પરિસ્થિતિમાં રાત-દિવસ સતત પ્રયત્નશીલ છે.

વીજધારકોને જણાવવાનું કે ચાલુ વર્ષે રૂબરૂમાં વીજ બિલ બનાવી આપવામાં આવશે નહીં. તો ગત બીલ જેટલી રકમ સમયસર http://mgvcl.com લીંક પર ઓનલાઈન ભરપાઈ કરવી તેમજ પછી ના બિલમાં વધઘટ રકમ સરભર કરવામાં આવશે.

બિલ અને ચુકવણી સંબંધિત માહિતી પ્રાપ્ત કરવા માટે તમારો મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી http://mgvcl.co.in:8081 લીંક અપડેટ કરવા તેમ જણાવ્યું છે.

ગત માસ જેટલી રકમ વેબસાઇટ પર ઓનલાઇન ભરી દેવી

અન્ય સમાચારો પણ છે...