નડિયાદની જિલ્લા જેલના સર્વે કેદીઓ-સ્ટાફને દવાનું વિતરણ કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ ડો. પ્રફુલ ઉપાધ્યાયઅને ડો. હિરેન જોષી દ્વારા જેલ અધિકારી બી.કે. હાડાની હાજરીમાં કોરોના વાયરસના સંક્રમણ સામે રક્ષાત્મક ઉપાય તરીકે હોમિયોપેથિક દવાનું વિતરણ અત્રેની જેલ ખાતેના તમામ કેદીઓને દરેક બેરેકમાં જઇને પુરતા માર્ગદર્શન સાથે આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જેલના સ્ટાફ અને પરિવારને પણ હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...