ડીપીટીથી મજુરોની હીજરત ન થાય તે માટે સુવિધા અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસે કલમ 188 મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી

કોરોના મહામારી વચ્ચે ભારત લોકડાઉનની સ્થિતીમાં મુકાયું છે. જે સંદર્ભે કચ્છમાં કલમ 144 લાગુ કરી અને લોકોનું ટોળું ભેગું ન થાય તેવા પગલાં ભરવામાં આવ્યા છે. તેમ છતાં લોકો અધીરા બની જાહેરમાં ફરી પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. જે સંદર્ભે આજે બીજા દિવસે અંજાર પોલીસે કાર્યવાહી કરી 20 લોકો વિરુદ્ધ કલમ 188 હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંજાર શહેરના સેલારી ફળિયું, મતીયા નગર તેમજ રેલ્વે સ્ટેશન પાસેથી કોઈપણ કારણ વગર ટોળું વળી બેઠેલા 20 જેટલા લોકોને અંજાર પોલીસે અટક કરી તેમના વિરુદ્ધ કલમ 188 હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

અંજારમાં જાહેરનામાનો ભંગ કરતા વધુ 20 લોકો ઝડપાયા

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા દ્વારા પોર્ટની તમામ ગતીવીધી નિયમાનુસાર કાર્યરત હોવાની અને ઈલેક્ટ્રીસીટી, પાણી જેવી મુળભુત સુવિધાઓમાં ખલેલ ન પડે તે માટે પણ વિશેષ સુચનો આપવામાં આવી રહ્યા છે. પોર્ટ પ્રશાસન અને સમાહર્તા વચ્ચે બેઠક યોજાઈ હતી.

ડિપીટીના સુત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોર્ટ ગતીવીધી સુચારુ રુપથી ચાલું રહે તે અર્થે શીપીંગ મંત્રાલયના માર્ગદર્શન તળે પગલા હાથ ધરાઈ રહ્યા છે. પોર્ટ ચેરમેન એસ.કે. મહેતા અને જિલ્લા ક્લેક્ટર સાથે કોવીડ 19 અંગે બેઠક યોજાઈ હતી. પોર્ટની મુળભુત કામગીરી ચાલુ રાખવા જરુરી સ્ટાફ જરુરી સગવડ સાથે સજ્જ છે. તો જરુરી સગવડો યોગ્ય રીતે ચાલે તે માટે અલાયદી યોજનાને પણ કાર્યાન્વીત કરાઈ છે. આ અંગે સેફ્ટી ઓફિસર દ્વારા ઓપરેશન વિસ્તારોમાં અવેરનેસ ક્લાસ લેવામાં આવ્યા હતા. પોર્ટના ઓપરેશન એરીયા અને રહેણાક વિસ્તારોને વાઈરસ મુક્ત કરવા માટે સ્પ્રે કરવામાં આવી રહ્યા છે. વિશેષ ધ્યાન સ્ટાફ અને મજુરો પર અપાઈ રહ્યું છે, મજુર વર્ગ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મજુરોની હીજરત ના થાય તે માટે પોર્ટ પ્રશાસન દ્વારા જિલ્લા વહિવટી તંત્રને ખાત્રી અપાઈ છે કે ખાધ્ય સામગ્રી, ફેસ માસ્ક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. પોર્ટના સુત્રોએ સતાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ગુરુવારે ડીપીટીએ 21 જહાજ થકી 5.12 લાખ ટન જથ્થો હેંડલ કર્યો હતો. જેમાં ક્રુડ, કોલસો, ખાધ તેલ, કેમીકલ્સનો સમાવેશ થાય છે. તેમજ મેડિકલ વિભાગને પણ કોઇ પણ આપાતકાલની સ્થિતી માટે તૈયાર રહેવા સુચીત કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...