સુરેન્દ્રનગર-વઢવાણમાં 5 દિવસમાં 53 લોકોને શ્વાનોએ નિશાન બનાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરાનાના વાઇરસને અટકાવવા માટે તા. 22 માર્ચે સમગ્ર દેશમાં જનતા કરફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. તેમ છતા સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરી વિસ્તારમાં આ દિવસ ઘરની બહાર નીકળેલા 7 લોકોને કૂતરાઓ કરડતા સારવાર લેવી પડી હતી. આ ઉપરાંત તા. 24 માર્ચના રોજ પણ દેશમાં લોકડાઉનના આદેશો થયા હતા. પરંતુ લોકો ઘરની બહાર નીકળીને શેરી-ગલ્લીઓમાં ફરતા તા. 24ના રોજ 19, તા. 25 માર્ચે 11, તા. 26 માર્ચે 5, તા. 27 માર્ચે 10તેમજ 28 માર્ચે 8 એમ આ પાંચ દિવસોમાં 53 લોકોને કૂતરાઓ કરડયા હતા. આમ જનતા કરફયુ તેમજ લોકડાઉનના દિવસો દરમિયાન કુલ 60 લોકો નિશાન બન્યા હતા.બીજી તરફ આ દિવસો પહેલાની વાત કરીએ તો જેના કારણે આ તમામ લોકોને ગાંધી હોસ્પિટલે સારવાર લેવાનો વારો આવ્યો હતો. હાલ ઘરની બહાર પગ મૂકશો તો કૂતરા નહીં મૂકે અને રોડ પર નીકળ્યા તો પોલીસ ! જેવો ઘાટ સર્જાયો છે.

રવિવારે જનતા કરફ્યુના દિવસે 7 લોકો ભોગ બન્યા

તા.10થી 23 સુધી 157 લોકોનો શિકાર

તા. 10 માર્ચે 10, તા. 11 માર્ચે 12, 12 માર્ચે 13, તા. 13 માર્ચે 8, તા. 14 માર્ચે 11 લોકોને કૂતરાઓ કરડયા હતા. જ્યારે 15 માર્ચે 10, તા. 16 માર્ચે 14, તા. 17 માર્ચે 10, તા. 18 માર્ચે 16, તા. 19 માર્ચે 17, 20 માર્ચે 11, તા. 21 માર્ચે 9 અને 23 માર્ચે 16 મળી 157ને કૂતરાઓ કરડયા હતા.
અન્ય સમાચારો પણ છે...