તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં કામ વિના બહાર નીકળતા 100 વાહનચાલકો દંડાયા, 9 વાહનો ડિટેઇન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં લોકડાઉન હોવા છતાં લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાંથી પોલીસે 60, મૂળીમાં 20, હળવદમાં 13 વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. જયારે સુરેન્દ્રનગરના હેન્ડલૂમ ચોક, ટાવર ચોક, પતરાવાળી ચોક સહિતના વિસ્તારોમાંથી 9 વાહનો ડિટેઇન કરાયા હતા. જયારે ઝાલાવાડમાં જાહેરનામાનો ભંગ કરતા 15 લોકો સામે ગુનો દાખલ થયો હતો. જેમાં વઢવાણમાં ટોળુ ભેગુ કરવા બદલ અશ્વીન ગીરધરલાલ વિરમગામી અને સુરેન્દ્રનગરમાં દુકાન ખુલી રાખનાર ધર્મેન્દ્ર રમણીકલાલ શેઠ સામે કલમ 188 મુજબ ફરિયાદ નોંધાઇ હતી. જયારે હળવદ પોલીસે વેગડવાવના શંકર કણઝરીયા, જગદીશ , ઘનશ્યામગઢના હિતેશ એરવાડિયા, હળવદના રવિ માણાવદરીયા, મયુરભાઈ ભોરણીયા, દિવ્યેશ ભોરણીયા, નિકુંજ , અલ્પેશ પારેજીયા, નિકુંજ સોલંકી, સંજય સોલંકી, રાજેશ બાવાજી, દલસુખ પારેજીયા, અલ્પેશ પારેજીયા સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

_photocaption_ઝાલાવાડમાં શનીવારે જાહેરનામાનો ભંગ કરતા 15 લોકો સામે ગુનો દાખલ થયો હતો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...