તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • Lunavada News The Coronation Of Corona In The State Made The Health System Of Panchamahal Dahod And Mahisagar District More Alert 065136

રાજ્યમાં કોરોનાની દસ્તકથી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાનું આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં કોરોના વાઇરસને અટકાવવાની સાવચેતીના ભાગરૂપે તાલુકા, શહેર અને ગ્રામ્ય સ્તરે વિદેશથી આવેલા લોકોનું સઘન સર્વે અને આરોગ્ય ચકાસણી થઈ રહી છે. મહીસાગર જિલ્લામાં આવા 59 લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાથી 16 લોકોને કોરોન્ટાઇન ફ્રી કરવામાં આવ્યા જ્યારે 43 લોકો હજી કોરોન્ટાઇન હેઠળ છે. બીજી તરફ જે લોકો ટૂંકાગાળામાં વિદેશથી આવ્યા હોય અને જિલ્લા તંત્રમાં નોંધાયા ન હોય તેવા લોકોની સર્વેની કામગીરી મલ્ટિપરપઝ હેલ્થ વર્કર દ્વારા કરાઇ રહી છે. તો બીજી તરફ ધાર્મિક સંતો, સામાજિક અગ્રણીઓને અપીલ કરી આવા લોકોની માહિતી મેળવી હોમ કોરોન્ટાઈન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં આવેલી ત્રણ સરહદો પર મેડિકલ ટીમ સજ્જ કરવામાં આવી છે. જેમાં કડાણા પૂનાવાડા, લંભુ ખાનપુર અને ભમરી ખેડાપા સરહદો પર પોલીસ સ્ટાફ સાથે મેડિકલ ટીમ પણ તેનાત રાખવામાં આવી છે. જે અન્ય રાજ્યોમાંથી આવતી ગાડીઓનું સઘન ચેકિંગ કરશે અને મુસાફરોનું સ્ક્રીનિંગ પણ કરશે.

પંચમહાલમાં મક્કા મદીનાથી પરત ફરેલાં 80 યાત્રાળુઓનું ક્વોરન્ટાઇન

ભાસ્કર ન્યૂઝ | ગોધરા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે દસ્તક દીધી છે. ત્યારે પંચમહાલ અાોરગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સાવચેતીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના તાલુકા, શહેર અને ગ્રામ્ય સ્તરે વિદેશથી આવેલા લોકોનો સઘન સર્વે અને આરોગ્ય ચકાસણી થઈ રહી છે. જિલ્લા તંત્રમાં વિદેશથી અાવેલા હોય પણ નોંધાયા ન હોય તેવા લોકોની સર્વેની કામગીરી કરાઇ રહી છે. અારોગ્ય વિભાગે બે વ્યક્તિઅોના રેન્ડમ સેમ્પલ લઇને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. ત્યારે મક્કા મદીનાથી પરત ફરેલા યાત્રાળુઓનું લિસ્ટ અારોગ્ય વિભાગે બનાવ્યું છે. જેમાં ગોધરામાં મક્કા મદીનાથી 67 અને કાલોલથી 13 યાત્રાળુઅો અાવ્યા છે. પંચમહાલ જિલ્લામાં અાવેલા 80 યાત્રાળુઅોને કોરોન્ટાઇન કરવાની કામગીરી અારોગ્ય વિભાગે શરુ કરી દીધી છે. ગોધરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશિયલ વોર્ડ ઉભા કરાયા છે. પંચમહાલ જિલ્લામાં કોરોના વાઇરસના લક્ષણ ધરાવતા વ્યક્તિ દેખાય કે પછી પોતાને લક્ષણ દેખાય તેના માટે અારોગ્ય વિભાગે 24 કલાક માટે હેલ્પલાઇન નંબર 02672- 250668 અને 7567893700 પર જાણ કરી શકાશે.

200 મલ્ટિપરપઝ હેલ્થ વર્કરની ટીમો દ્વારા સરવે હાથ ધરાયો

મહીસાગર જિલ્લામાં 200 મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની વિવિધ ટીમો દ્વારા વિદેશથી આવેલા લોકોનો સઘન સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. સર્વેમાં ઘરે ઘરે જઈ કોરોના જાગૃતિ અંગે પત્રિકા અપાય છે. શરદી ખાંસી તાવ જેવી આરોગ્યલક્ષી તકલીફ વિશે પૂછપરછ કરાય છે. જે પરિવારમાં વિદેશથી આવેલા લોકો જો હોય તો માહિતી મેળવી જો આરોગ્ય વિભાગમાં નોંધાયેલા ના હોય તો મેડીકલ ઓફિસર દ્વારા હોમ કોરોન્ટાઈન કરાય છે.>એસ.બી.શાહ, જિલ્લા આરોગ્ય અધિકારી, મહીસાગર

ક્વોરન્ટાઇન માટે સીએચસી ખાતે સુવિધા ઊભી કરાઇ

પંચમહાલ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ સાથે બે ખાનગી હોસ્પિટલમાં અાઇસોલેશન વોર્ડ શરુ કર્યા છે. ગોધરાની પી.ટી મીરાણી હોસ્પિટલ અને સનરાઇઝ હોસ્પિટલ ખાતે તમામ સુવિધાથી સજ્જ અાઇસોલેશન વોર્ડ તેમજ કાલોલની સીઅેચસી સેન્ટર ખાતે અાઇસોલેશન વોર્ડ ઉભા કર્યા છે. તેમજ કોરોન્ટાઇન માટે પોપટપુરાની અાયુર્વેદિક હોસ્પિટલ, શહેરા, હાલોલ, કાલોલ, મલાવ, મોરવા(હ) તથા ઘોઘંબાના સીઅેચસી સેન્ટર ખાતે સુવિધા ઉભી કરાઇ છે.

ગોધરાની બે ખાનગી હોસ્પિટલમાં તમામ સુવિધાથી સજ્જ અાઇસોલેશન વોર્ડ શરૂ

બે વ્યક્તિના રેન્ડમ સેમ્પલ લઇ ચકાસણી માટે મોકલાયા

જિલ્લામાં વિદેશથી આવેલાં મુસાફરોનો સરવે હાથ ધરાયો

આરોગ્ય વિભાગ દ્વારા સરવેની કામગીરી શરૂ કરાઇ

ક્વોરન્ટાઇન માટે પોપટપુરાની અાયુર્વેદિક હોસ્પિટલ, શહેરા, હાલોલ, કાલોલ, મલાવ, મોરવા(હ), ઘોઘંબાના CHC ખાતે સુવિધા ઊભી કરાઇ

મહીસાગરમાં સરવે કરી 59 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા

પંચમહાલ જિલ્લામાં ગોધરાની પી.ટી મીરાણી હોસ્પિટલ અને સનરાઇઝ હોસ્પિટલ ખાતે તમામ સુવિધાથી સજ્જ અાઇસોલેશન વોર્ડ તેમજ કાલોલની સીઅેચસી સેન્ટર ખાતે પણ અાઇસોલેશન વોર્ડ ઉભા કર્યા છે.
અન્ય સમાચારો પણ છે...