તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ અનાજ બજારમાં જથ્થાનું કલેકટર અને SPએ નિરીક્ષણ કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં લોકડાઉનના ચોથા દિવસે વધુ કડક કાર્યવાહી હાથ ધરવા સાથે લોકોને ઘરમાંથી નક્કર કારણ વિના બહાર ન નિકળવા પોલિસ એક તરફ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે તો બીજી તરફ લોકોને અનાજ કરિયાણાની જરૂરિયાત માટે હોલસેલ વેપારીઓ પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો છે કે નહિ તેની સ્થિતિ જાણવા કલેકટર,એસપી અને ડીડીઓ વલસાડના છીપવાડ અનાજ બજાર,ધરમપુર,પારડી,વાપી સહિતના અનાજ બજારોની પરિસ્થિતિનો તાગ લેવા સ્થળ નિરીક્ષણ કર્યું હતું.જ્યો હોલસેલ વેપારીઓ સાથે આ મુદ્દા પર ચર્ચા કરાઇ હતી. લોકડાઉનનો ચૂસ્ત અમલ કરાવવા માટે જિલ્લા વહીવટી અને પોલિસ તંત્રએ તમામ આવશ્યક પગલાંઓ ભરવા સાથે લોકોને અનાજ અને કરિયાણાની ચીજ વસ્તુઓનો જથ્થો મળી રહે તે માટે પણ વેપારીઓ સાથે યોગ્ય સંકલન સાધી સ્થિતિ સરળ બની રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.વલસાડ કલેકટર સી.આર.ખરસાણે અનાજ બજારની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે સ્થળ પર નિરીક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો.વલસાડ,ધરમપુર,વાપી,પારડી સહિતના અનાજના હોલસેલર્સો, છીપવાડ અનાજ બજારમાં કલેકટર ખરસાણ સાથે વલસાડ એસપી સુનિલ જોષી અને ડીડીઓ અર્પિત સાગર પહોંચ્યા હતા.જ્યાં તેમણે હોલ સેલની દૂકાનોનું નિરીક્ષણ
કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...