તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુંદરપુરીના નવા બનાવેલા રોડમાં જ ગાબડા પડ્યાની બૂમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ નગરપાલિકા દ્વારા ટાગોર રોડથી સુંદરપુરી ચાર રસ્તા સુધી અંદાજે સવા કરોડના ખર્ચે ડીવાઇડર નાખીને રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શરૂઆતથી જ વિવાદના વમળમાં અટવાયેલા વિકાસ કામની યોજનામાં ભાજપમાં જ અંદરો અંદર ખટપટો બહાર આવી છે. રહીશો દ્વારા પણ થઇ રહેલા કામનો વિરોધ કરવામાં આવ્યા પછી પાલિકાના પેટનું પાણી હલ્યું નથી અને મનમાની રીતે કામ ચાલુ રાખવામાં આવ્યું હોવાની ફરીયાદ ઉઠી રહી છે.

સવા કરોડના ખર્ચે બની રહેલા આ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં અગાઉ દબાણ દૂર કરવાના મુદ્દે પણ વિરોધ થયો હતો. ત્યાર બાદ ભેદભાવ ભરી નીતિ અપનાવીને દબાણ દૂર ન થાય તે અને નાળા બનાવવાની કામગીરીમાં રોડની પહોળાઇ એક બાજુ વધુ અને એક બાજુ ઓછી રાખવા મુદ્દે પણ ફરીયાદ ઉઠી હતી. પરંતુ પાલિકાના સૂત્રધારોના કોન્ટ્રાક્ટર પર ચાર હાથ હોવાના કારણે કોઇ પરીણામ આવ્યું નથી. હાલ પણ નવા બની રહેલા રોડમાં ગાબડા પડતાં ફરી એક વખત રહીશોએ ફરીયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...