તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદમાં જરૂરિયાતની વસ્તુઓમાં ઊંચા ભાવ લેવાતા હોવાની બૂમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશવ્યાપી બંધનું દાહોદવાસીઓએ પાલન કર્યું છે. હવે દાહોદમાં વિવિધ ચીજવસ્તોની અછત વર્તાવા લાગી છે અથવા વેપારીઓ પણ જે તે ઊંચા ભાવ લેતા હોવાની ફરિયાદોમાં વધારો થયો છે.

તંત્ર દ્વારા પોતાના નિર્ધારિત સમય પૂર્વે 10.30 વાગ્યાથી બંધ કરવાનું ચાલુ કરાવતા દુરદુરથી જીવન જરૂરીયાચ માટેની ચીજવસ્તુઓની ખરીદી કાજે આવેલ ગ્રાહકો બજાર વિસ્તારમાં અટવાયા હતા જો કે બાદમાં જે તે દુકાનદારોએ જે તે ગ્રાહકોનો માલસામાન જોખીને આપ્યા બાદ દુકાનો બંધ કરી હતી. એમ.જી રોડ ઉપર એક વેપારી નિયત કિંમત કરતા વધુ ભાવ લેતો હોવાની વાતે ગ્રાહકે તેની વીડિયો ઉતારી લેતા રક્ઝક ઝરી હતી. જો કે પછી અન્ય લોકોએ દરમ્યાનગીરી કરતા ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...