તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદા કેનાલમાં તણાઈ ગયેલા યુવાનની લાશ તેનતલાવથી મળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોઇ તાલુકાના કરણેટ ગામની વસાહતમાં રહેતા યુવાનો વસાહતની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમા નાહવા ગયા હતા. ત્યારે વસાહતનો 16 વર્ષીય યુવાન નર્મદા કેનાલના તેજ પ્રવાહમાં તણાઇ ઊંડા પાણીમાં ગરક થઈ જતા બે દિવસ સુધી તેની સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કેનાલમાં પાણી વધુ હોવાથી તણાઇ ગયેલા કરણેટ વસાહતના કિશોરનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ત્યારે આજરોજ છેક તેનતલાવ પાસે કેનાલના પાણીમાં કરણેટ વસાહતનો તણાઇ ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવતા વસાહતના લોકોને જાણ થતા તેનતલાવ ...અનુસંધાન પાના નં.2

_photocaption_નર્મદા કેનાલમાં નાહવા પડેલો ડભોઈની કરણેટ વસાહતનો યુવાન વહેણમાં તણાતા ત્રણ દિવસ બાદ તેની લાશ તેનતલાવથી મળી હતી.}સઈદ મનસુરી*photocaption*
અન્ય સમાચારો પણ છે...