તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્ર બાદ આણંદમાં સેનેટાઈઝર્સના કાળાબજાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં કોરોનાને લઈને લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે ખાદ્ય પદાર્થ અને સાફ-સફાઈને લગતી વસ્તુઓના કાળા બજાર ન થાય, વેપારીઓ તેની સંગ્રહાખોરી ન કરે તે હેતુસર તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. ત્યારે બીજી તરફ રવિવારે બપોરે આણંદ જિલ્લા પુરવઠા વિભાગ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સેનેટાઈઝર્સના કાળા બજાર કરતા વેપારી પિતા-પુત્રની ધરપકડ કરી કાર્યવાહી હાથ ઘરી છે. પોલીસે તેમની પાસેથી રૂપિયા 4.16 લાખનો મુદૃામાલ કબ્જે કર્યો હતો.

આણંદ શહેરમાં આવેલી ન્યૂ ગાયત્રી એન્ટરપ્રાઈઝ નામની દુકાનના માલિક પંકજભાઈ વિનોદચંદ્ર ઠક્કર અને તેમનો પુત્ર મીહીર પંકજ ઠક્કર (બંને રહે. 51, આયલ ટેનામેન્ટ, ત્રીભુવન ફાઉન્ડેશન સામે) છે. આણંદ એલસીબી અને પુરવઠા વિભાગે રવિવારે બપોરે એક કલાકે દરોડો પાડ્યો હતો. જેમાં તેમની દુકાનમાંથી હેન્ડ સેનેટાઈઝરના 14 નંગ પાર્સલ મળી આવ્યા હતા. સેનેટાઈઝર ટોપ મોસ્ટ નામની અમદાવાદની કંપનીના હતા. તેઓ મૂળ કિંમત કરતાં બમણીથી ત્રણ ગણી કિંમતે સેનેટાઈઝર્સ વેચતા હતા. તેમની પાસે સેનેટાઈઝર્સના કોઈ જ આધારભૂત બિલ મળ્યા નહોતા. જેને પગલે ટીમે તેમની દુકાન સીઝ કરી તેમની પાસેથી રૂપિયા 4.16 લાખની કિંમતના 4200 નંગ બોટલ કબ્જે કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.

મહારાષ્ટ્ર બાદ આણંદમાં બીજો કેસ નોંધવામાં આવ્યો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનેટાઈઝર્સના કાળા બજાર કરવામાં આવ્યો હોય તેવો આ બીજો કિસ્સો છે. આ અગાઉ મહારાષ્ટ્રમાં પહેલો કેસ નોંધાયો હતો. જેમાં સેનેટાઈઝર્સના કાળા બજાર કરાયા હતા.

ગુજરાત સરકારે બહાર પાડેલા નોટિફિકેશનનો ભંગ કર્યો છે

સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે 100 મીલીનો ભાવ માત્ર 50 રૂપિયા જ લેવાનું નક્કી કરાયું છે. પરંતુ વેપારી દ્વારા બમણા ભાવ વસૂલાતા હોવાથી કાર્યવાહી કરાઈ છે. > અજીત રાજીયાન, જિલ્લા પોલીસ વડા, આણંદ

આણંદ જિલ્લા પુરવઠા વિભાગ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને 4.16 લાખનો મુદામાલ કબ્જે કર્યો

_photocaption_નડિયાદ શહેરમાં લોકજાગૃતિ માટેનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં શહેરના મહત્તમ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર મોટા અક્ષરે ‘’કોરોના - કોઇ રોડ ઉપર ના નીકળે” તેવું લખાણ લખીને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાંઆવી હતી.*photocaption*

બમણી કિંમત વસૂલતા વેપારીઓ સામે કાર્યવાહી

આણંદ જિલ્લા પુરવઠા વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ, તોલમાપ કચેરીની ટીમ દ્વારા આણંદમાંથી 89 જેટલા વેપારીઓ, ઉત્પાદકો, વિક્રેતાની તપાસ કરીને ગેરરીતિઓ આચરનારા પાસેથી રૂપિયા 16 હજારનો દંડ વસૂલ કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...