તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપલેટાની બાલકૃષ્ણ કીર્તન મંડળી 31 માર્ચ સુધી સ્થાનિક કે બહારગામ કીર્તન નહીં કરે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉપલેટા : સમગ્ર સૌરાષ્ટ્રમાં પુષ્ટિમાર્ગ ધોળ પધ વઘાઈ કીર્તનમાં જેનો ખુબ જ મોટું નામ છે. તેવી અહીંની ખ્યાતનામ બાલકૃષ્ણ કીર્તન મંડળીના પ્રમુખ સુરેશભાઈ માંડલિયા તથા ઉપપ્રમુખ કિશોરભાઈ ઝાલાએ જણાવ્યુ છે કે હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. અને ઇતિહાસમાં પ્રથમ વખત નાથદ્વારા સહિતના મંદિરોમાં ભાવિકો માટે દર્શન બંધ કરવાનો નિર્ણય કર્યો છે તેમજ દેશભરની શાળા-કોલેજો ફિલ્મ થિયેટરો સહિતના જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ રોગની સજાગતા માટે કીર્તન મંડળ ૩૧ માર્ચ સુધી સ્થાનિક ઉપલેટામાં તથા બહારગામ કીર્તન કાર્યક્રમ ન કરવાનો નિર્ણય કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...