તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બમથીયા ગામમાં બોલાચાલીનું મનદુ:ખ રાખી યુવાન પર હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામજોધપુર તાલુકાના બમથીયા ગામે રહેતા અરજણભાઇ પરબતભાઇ મારૂ નામના યુવાને પોતાના પર લોખંડના પાઇપ અને લાકડાના ઘોકા વડે હુમલો કરી માથા,કપાળ સહીત શરીરે માર મારીને ઇજા કર્યાની ફરીયાદ નવાઝ યુસુફ સફીયા, અયુબ યુસુફ સફીયા, મુશ્તાક ઓસમાણ સફીયા અને નવાબના ભાણેજ સામે નોંધાવી છે.

ઇજાગ્રસ્ત યુવાન અગાઉ સામાવાળાની વાડી પાસેથી પસાર થતો હતો ત્યારે કેમ તુ હોર્ન વગાડે છે એમ આરોપીએ કહેતા બોલાચાલી થઇ હતી જેના મનદુ:ખના કારણે ભોગગ્રસ્ત યુવાન તળાળ પાસે ઉભો હતોત્યારે બાઇક પર ધસી આવેલા ચારેય આરોપીઓએ એકસંપ કરી આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. પોલીસે ઘવાયેલા યુવાનની ફરીયાદ પરથી ગુનો નોંધી ચારેય હુમલાખોરોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. હુમલાખોરો બનાવ બનાવ નાશી છૂટયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

‘તું હોર્ન વગાડે છે’ કહેતા થયેલી બબાલ બાદ ચાર તૂટી પડયા
અન્ય સમાચારો પણ છે...