તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણમાં મંદિરો બંધ : સત્સંગ,સભા ઓનલાઇન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ શહેરના પ્રખ્યાત મંદિરો તા.31 માર્ચ સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરાઇ છે. જેમાં ગણપતિ ફાટસર, વઢવાણ સ્વામિનારાયણમંદિર, નકટીવાવ મેલડીમાં મંદિર હરીભક્તો માટે તા.22 માર્ચના રોજ સોસીયલ મીડીયા માધ્યમથી સત્સંગ સભા કરવાની જાહેરાત કરાઇ છે.

વઢવાણ પ્રાતકચેરી ખાતે બેઠક બોલાવાઇ હતી. જેમાં ધાર્મિક સંસ્થાઓ મંદિરના મહંતો, સાધુ, સંતોની ઉપસ્થિતિમાં પ્રાંતઅધિકારી અજીલકુમાર ગોસ્વામીએ સહકાર આપવા અપીલ કરી હતી. જ્યારે વઢવાણ સ્વામિનારાયણમંદિરે રવિવારે તેમના તાબાના તમામ મંદિરોમાં હરીભક્તોને દર્શન ન કરવા આવવા અને રાષ્ટ્રપ્રત્યેની પોતાની જવાબદારી નિભાવીને ઘરમા રહેવા આગ્રહ કર્યો છે. આ અંગે મહંત માધવેન્દ્રપ્રસાદજીએ જણાવ્યુ કે તા.22 માર્ચના રોજ ફેસબુકના માધ્યમથી હરીદર્શન અને સત્સંગ સભા પણ થાય તેવુ આયોજન કરાયુ છે. જ્યારે ગણપતિ ફાટસર મંદિર મહંત લાલદાસબાપુ અને રામઆશ્રયબાપુએ મંદિર બંધ રહેશેનુ જાહેર કર્યુ છે.આ ઉપરાંત સુપ્રસિધ્ધ નકટી વાવ મેલડીમાં મંદિર પણ બંધ રહેવાનુ હોવાની મેલડીમાંના ભક્તોને નોંધ લેવા અપીલ કરાઇ છે.

નકટી વાવ મેલડીમાં મંદિર પણ બંધ

સોશ્યિલ મીડિયા થકી સત્સંગ કરાશે

ધામા અને પાટડી શકિત માતાજીનું મંદિર પણ બંધ

ઝાલાવાડ ક્ષત્રીય સમાજ ટ્રસ્ટ દ્વારા પાટડી અને ધામા બન્ને મંદિરો તા.31 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવા નિર્ણય કરાયો છે.જયારે પાટડી શકિત માતાજીના મંદિરે તા.27 થી 29 માર્ચ દરમિયાન યોજાનાર ત્રિદિવસીય જિર્ણોધ્ધાર કાર્યક્રમ પ્રસંગે યજ્ઞ અને હવન સહિતના કાર્યક્રમો મોકૂફ રખાયા છે.
અન્ય સમાચારો પણ છે...