ખેડા જિલ્લાના શિક્ષકો એક દિ’નો પગાર આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ | સમગ્ર વિશ્વના લોકો કોરોના વાઇરસની મહામારી સામે લડત આપી રહ્યાં છે. કોરોના વાયરસની આફતને પહોંચી વળવા અને જરૂરતમંદ લોકોને આવશ્યક સવલત મળી રહે તે માટે મુખ્યમંત્રી રાહતફંડમાં ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં સમાવિષ્ટ તમામ ઘટક સંઘના પ્રમુખ-મહામંત્રીની અનુમતિથી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સૂચના મુજબ ખેડા જિલ્લાના તમામ શિક્ષકો દ્વારા યથાશક્તિ તથા એક દિવસનો પગાર જમા કરાવવાની સહમતી દર્શાવાઇ છે.
અન્ય સમાચારો પણ છે...