કરજણ ટોલનાકાથી ચાલતા જતાં લોકોને ચા-નાસ્તાની અપાતી સેવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરજણના સેવાભાવી યુવાનો દ્વારા હાઈવે પરથી ચાલતા જતા ઈસમો અને ફરજ પરના પોલીસ જવાનોને ચા નાસ્તાની સેવા આપે છે.

હાલમા કોરોના વાઈરસને લઈને ભારત લોક ડાઉન હોય વાહન અને રેલ વહેવાર બંધ હોવાથી કરજણ ટોલનાકેથી લોકો પોતાના વતન પગપાળા ચલતા જાયા છે. જેમા કરજણના સેવાભાવી યુવાનો દ્વારા રોજ ચા નાસ્તો અને પાણીની સેવા આપવમાં આવે છે. કરજણ હાઈવે પરના પોલીસ પોઈન્ટો પર પણ પોલીસ જવાનોને પણ પાણી અને ચા-નાસ્તાની સેવા પૂરી પડાય છે.

પગપાળા જતા લોકો અને હાઈવે પર ફરજ બજાવતા પોલીસ જવાનો માટે સેવાભાવી યુવકો ચા નાસ્તાની અને પાણીની સેવાઓ પૂરી
પાડે છે. સાથે સેનેટાઈઝરથી હાથ સાફ કરાવે છે.

સેવાભાવી યુવાનો પોલીસ જવાનોને ચા-નાસ્તો અાપે છે

_photocaption_ }જતિન વ્યાસ*photocaption*
અન્ય સમાચારો પણ છે...