તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરાજીમાં આંટા મારવા બહાર નીકળનારા શખ્સો સામે તવાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીમાં લોકડાઉનની કડક અમલવારી બિન જરૂરી બહાર નીકળનાર શખ્સો સામે પોલીસે કડકાઈ બતાવી છે રાજકોટ જિલ્લા ના પોલીસ વડા બલરામ મીના એ ધોરાજીશહેરના વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરીને કાયદો અને વ્યવસ્થા સ્થિતીની સમીક્ષા કરી હતી. ધોરાજીમા લોકડાઉનમાં પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આઇપીએસ અધીકારી રાવલ તથા પીઆઈ વિજય જોષી, પીએસઆઈ એન.આર.કદાવાલા અને પોલીસ સ્ટાફ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી બાજનજર રાખવામાં આવી રહી છે. ધોરાજીમાં પોલીસ જુદા જુદા વિસ્તારોમાં ચાલીને ડ્રોન કેમેરાની મદદ થી લોકડાઉનમાં બહાર નીકળતાં લોકો ની સામે જુદા જુદા ગુનાઓ ઓ નોધેલ છે જેમાં 188 જાહેરનામાના ભંગ બદલ 6 કેસ નોંધ્યા હતા તેમજ 44 વાહનો ડીટેઇન કરાયા છે અને એક વ્યક્તિ કેફી પીણું પીને વાહન ચલાવતો હોવાથી તેની સામે ગુનો નોંધેલ છે.પોલીસે વડાએ જણાવ્યું હતું કે લોકો એ સરકારની સૂચનાનું સખત પાલન કરવું પડશે અને બીન જરૂરી આંટાફેરા ન કરવા અને બહાર ન નીકળવા પોલીસને સહ઼કાર આપવા સુચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...