કોરોના સામે બાથ ભીડવા વાંકાનેરમાં દરજી બંધુઓએ શરૂ કર્યો માસ્ક વિતરણનો યજ્ઞ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેર શહેરની મેઈન બજારમાં આવેલી સોલંકી ટેઈલર નામની દુકાન ધરાવતા અને દરજીકામ કરી ગુજરાન ચલાવતા દરજીબંધુઓએ આજે સવારથી જ વિશ્વને હચ મચાવી દેનાર કોરોના વાયરસથી રક્ષણ મળે તે માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કરી દેવામાં આવ્યો છે. વાંકાનેર શહેર તથા તાલુકાના પ્રજાજનોને રક્ષણ મળે તે હેતુથી હિતેશભાઈ સોલંકી, પીન્ટુભાઈ સોલંકી અને ચમનભાઈ ગોહેલભાઈ એમ ત્રણ વ્યકિતએ સવારથી પોતાના ખર્ચે માસ્ક બનાવી મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતુ. બાદમાં આ સેવા યજ્ઞથી પ્રભાવિત થઈ વાંકાનેરના વેપારીઓ સહિતનાઓએ કાપડ , ઈલાસ્ટિક‌ સહિતના મટીરિયલની વ્યવસ્થા કરવામાં આવતા માસ્કના વેપારીઓ દ્વારા ચલાવાતી ઉઘાડી લુંટ સામે પ્રજાજનોને મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. કાપડના વેપારીઓ દ્વારા કાપડ તથા ઈલાસટીક સહિતનું મટીરિયલ પૂરું પાડવામાં આવ્યું છે જ્યારે કાપડ, સોની સહિતના વેપારીઓ દરજી બંધુઓને માસ્ક બનાવવામાં મદદ રૂપ થયા હતા. દરજી બંધુઓના જણાવ્યા મુજબ ૩૦૦૦થી વધુ માસ્ક બનાવી મફતમાં વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ કામગીરી ચાલુ છે. આવા કપરા સંજોગોમાં અમુક લેભાગુ તત્વો માસ્કના કાળા બજાર કરતા હોય છે તેના માટે સબક સમાન સેવાયજ્ઞથી વાંકાનેર પંથકના પ્રજાજનો દરજી બંધુઓ ઉપર ઓળઘોળ થઈ ગયા છે.

_photocaption_વાંકાનેરના સોલંકી પરિવારે સામાજીક સેવાનું નવું ઉદાહરણ પૂરુ પાડ્યું. }તસવીર : મુકેશ પંડ્યા*photocaption*
અન્ય સમાચારો પણ છે...