તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તા. પં.ના ઇજનેરને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છની આર્થિક પાટનગરી ગાંધીધામમાં જોવામાં આવે તો જિલ્લાનો સૌથી નાનો તાલુકો છે. 8 ગ્રામ પંચાયતો ધરાવતી તાલુકા પંચાયતમાં ઇજનેર વિકાસના કામમાં રોડા નાખી રહ્યા હોવાની ફરીયાદ સરપંચ સંગઠન દ્વારા કરવામાં આવી હતી. આ બાબતે ગત સામાન્ય સભામાં પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા પછી તપાસ સમિતિ નિમવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રામ પંચાયતના સરપંચોએ અવારનવાર તાલુકા વિકાસ અધિકારીને પંચાયતના ઇજનેર રમેશભાઇ ચાવડાની ફરીયાદ કરી છે. એસ્ટીમેન્ટ યોગ્ય રીતે બનાવતા નથી કે સ્થળ નિરીક્ષણ પણ કરતા નથી તે સહિતની ફરીયાદો થતાં તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. કયા નેતાના આર્શિવાદથી તેમના વિરૂદ્ધ કાર્યવાહી થતી નથી. આ બાબતે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરી ઇજનેર વિરૂદ્ધ પગલા ભરવા મહામંત્રી સલમાબેન ગંઢ દ્વારા માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જે તે સમયે આ ફરીયાદ ઉઠી હતી ત્યારે પણ ઉહાપોહ થયો હતો. ગ્રામ પંચાયતના સરપંચોએ પણ વ્યક્તિગત રીતે આ બાબતની ફરીયાદ કરી હતી અને સરપંચોના સંગઠન દ્વારા પણ ફરીયાદ કરવામાં આવી હતી. દુધનું દુધ અને પાણીનું પાણી થાય તે માટે કેમ કોઇ કાર્યવાહી થતી નથી તે એક પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...