મહીસાગરનો શંકાસ્પદ દર્દી સુરતની હોસ્પિટલમાંથી ભાગતાં તંત્ર દોડતું થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત સરકાર
એલર્ટ થતા વિદેશથી આવતા તમામ લોકોને 14 દિવસ
માટે આરોગ્ય વિભાગના મોનિટરિંગમાં રાખવાનો નિર્ણય કર્યો છે.

ત્યારે મહીસાગર જિલ્લા લુણાવાડા તાલુકાના વતની દુબઈથી સુરત એરપોર્ટ પર ઉતર્યા હતા ત્યારે સુરત આરોગ્ય તંત્ર દ્વારા 14 દિવસ મોનિટરિંગમાં રાખવામાં આવ્યા હતા જે સુરત નવી સિવિલ
હોસ્પિટલમાં ભાગી જતાનો પત્ર મહીસાગર આરોગ્ય અધિકારીને મોકલતા જિલ્લાનું તંત્ર
દોડતું થયું હતું. જ્યારે આ બાબતે જિલ્લા આરોગ્ય તંત્ર હરકરમાં આવતાં મોડી રાતે માહિસાગર અને સુરત પોલીસ દ્વારા પણ તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ
શંકાસ્પદ દર્દી પોતાના વતન વખતપુર ન પોહચતા તથા મોબાઈલ સ્વીચ ઓફ આવતાં તંત્રની મુશકેલી વધી હતી. જ્યારે સવારે વાત થતા નડિયાદ હોવાનું જણાવ્યું હતું. તંત્ર દ્વારા તેમના જ ગામના ડો. જે કે પટેલ દ્વારા સમજાવટ
કરી વાત કરતા નડિયાદથી
પોતાના વતન બોલાવવામાં આવ્યો હતો. જેને બાલાસિનોર રેસ્ટ હાઉસમાં મોનિટરિંગમાં રાખવામાં આવ્યો છે. પરંતુ આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ
તેને કોરોના વાયરસના કોઈ
લક્ષણો ન જણાતાં જિલ્લા
આરોગ્ય તંત્રમાં હાશકારો જોવા મળ્યો હતો.

કોરોનાનાં કોઈ લક્ષણો ન મળતાં તંત્રને હાશકારો થયો

કટ્રોલ રૂમના નં-02674 253971 / 250830

મહીસાગર જિલ્લામાં આપની આસપાસ છેલ્લા ૧૫ દિવસ દરમિયાન કોઈ વ્યક્તિ વિદેશથી પરત આવેલ હોય તો કંટ્રોલરૂમ માં જાણ કરવા વિનંતી કરવામાં અાવી છે. મહીસાગર જિલ્લામાં કોરોના વાયરસ રોગચાળા પરિસ્થિતિ તથા સંભવિત ઈમરજન્સી કામગીરીને ધ્યાને લઇ જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા કક્ષાએ આરોગ્ય શાખા,જિ.પં.કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવેલ છે. મહીસાગર લુણાવાડા કંટ્રોલ રૂમ ટેલીફોન નં-૦૨૬૭૪-૨૫૩૯૭૧/૨૫૦૮૩૦
અન્ય સમાચારો પણ છે...