ગોધરામાં આજથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલમાં લોકડાઉનમાં ઘરની બહાર લટાર મારવા માટે નીકળી પડતા લોકો પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ દ્વારા આજથી ગોધરા શહેરના તમામ વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે. આજે સવારે ૮ થી ગોધરામાં એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ મથકના વિસ્તારોમાં લોક ડાઉન નો ભંગ કરતા લોકોને ઝડપવા માટે ડ્રોન કેમરાની મદદ લેવામાં આવશે. હાલની ગંભીરતાને ન સમજતા લોકો લટાર મારવા માટે બજારોમાં કામ વગર નીકળી પડે છે તેમજ શેરી મહોલ્લામાં ભેગા મળીને ક્રિકેટ રમતા હોવાની તેમજ મોબાઈલ ગેમ્સ રમતા હોવાની મળેલી અનેક ફરિયાદો બાદ પોલીસ દ્વારા આવા લોકોને શોધી તેમની સામે કાર્યવાહી કરવા માટે ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સની કામગીરી હાથ ધરાનાર છે. ડ્રોન કેમેરાની મદદથી કરેલા સર્વેલાન્સમાં જે વ્યક્તિ પકડાશે તેની સામે કાર્યવાહી કરાશે.

જાહેરનામાંનો ભંગ કરતા કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...