ધંધુકામાં લોકડાઉનનો કડક અમલ, પોલીસ બંદોબસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધંધુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ પોલીસ દ્વારા કરાવાઇ રહ્યો છે. બહાર નીકળતા લોકોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને બીનજરૂરી બહાર ન નીકળવા પોલીસ જણાવી રહી છે.

જીવન જરૂરી ચીજવસ્તુઓ, અનાજ, કરીયાણુ, શાકભાજી અને દવાખાના, મેડીકલ સ્ટોર ચાલુ રહે છે, તેમાં પણ અનાજ, કરીયાણુ, શાકભાજી વાળાને સિમિત સમય ફાળવી દેવામાં આવ્યો છે. ધંધુકામાં બજારો સખત બંધ રહેવા પામી છે. પોલીસ હોમગાર્ડઝના પોઇન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે. 9 વ્યકિતને હોમ કવોરોન્ટાઇન કરાયા છે.

9 વ્યક્તિને હોમક્વોરન્ટાઇન કરાઇ

અન્ય સમાચારો પણ છે...