STના અધિકારી, કર્મીઓએ 2.50 કરોડ CM ફંડમાં આપ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારી સામે લડવા રાજ્ય સરકાર અનેક કામગીરી કરી રહી છે. ત્યારે સરકારી કર્મચારીઓ પણ આર્થિક સહયોગ આપીને કોરોનાની સામેની લડતમાં સહયોગ આપી રહ્યા છે. જેમાં એસ ટી નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ એક દિવસના પગારની કુલ રકમ 2.50 કરોડ તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોનો એક દિવસના પગાર પેટે કુલ રૂપિયા અંદાજે 55 કરોડ મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવશે.

સમગ્ર વિશ્વમાં બેકાબુ બનેલી કોરોનાની બિમારીએ રાજ્ય સહિત ભારતમાં પ્રવેશ કર્યો છે. ત્યારે કોરોનાની મહામારીની સામે લડવા ભારત સરકાર અને રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ દ્વારા અનેક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કોરોનાની મહામારીથી લોકોને બચાવવા માટે સરકારના કાર્યમાં સરકારી કર્મચારીઓ પણ પોતાનો એક દિવસનો પગાર આપીને આર્થિક સહયોગ આપી રહ્યા છે. મેડિકલ સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અંદાજે 45000 અધિકારીઓ તેમજ એસ ટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો સહિતના કર્મચારીઓ પોતાનો એક દિવસનો પગાર રાજ્યના મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવશે.

સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ત્રણ લાખ શિક્ષકોનો એક દિવસનો પગાર મુખ્યમંત્રીના રાહત ફંડમાં જમા કરાવાશે. એસ ટી નિગમના કર્મચારીઓ અને અધિકારીઓના એસોસિએસનના પ્રમુખ પી.ડી.પટેલના જણાવ્યા મુજબ એક દિવસનો પગારની કુલ રકમ 2.50 કરોડ થાય છે.

અન્ય સમાચારો પણ છે...