જિલ્લામાં અત્યાર સુધીમાં 1057 લોકો હોમ કોરેન્ટાઇન, 540નું પૂર્ણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયામાં કોરોનાના કેહેર વચ્ચે વિદેશ યાત્રાએથી પરત ફરતા તમામ લોકોને એરપોર્ટ ઉપર સ્ક્રીનિંગ કરવામાં આવે છે. જેમાં શંકાસ્પદ લોકોને 14 દિવસ હોમ કોરેન્ટાઇન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં કુલ 1057 લોકોને આરોગ્ય વિભાગે 14 દિવસ હોમ કોરેન્ટાઇનમાં રહેવાના આદેશ આપ્યા હતા. જે પૈકી કુલ 540 લોકોના હોમ કોરેન્ટાઇનનો સમય પૂર્ણ થતા કોરોનનો પ્રાથમિક રિપોર્ટ કરાવી કોરેન્ટનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોરોનને કહેર વચ્ચે દુનિયાના અલગ અલગ દેશોમાંથી પ્રવાસ કરીને ભારત પરત ફરેલા તમામ લોકોને એરપોર્ટ ઉપર સ્ક્રીનિંગ કરવામાં આવે છે. જે પૈકી અત્યાર સુધીમાં વલસાડ જિલ્લાના કુલ 1057 લોકોને શંકાસ્પદ કોરોનના લક્ષણો જણાઈ આવતા તેઓને 14 દિવસનું હોમ કોરેન્ટાઇનમાં રહેવા આરોગ્ય વિભાગે સૂચનાઓ આપવામાં આવી હતી. વલસાડની આરોગ્ય વિભાગની ટીમને હોમ કોરેન્ટાઇન થયેલા દર્દીઓને તકલીફ પડે એટલે તરત તપાસ કરવામાં આવતી હતી. વલસાડ જિલ્લામાં હોમ કોરેન્ટાઇન થયેલા શંકાસ્પદ દર્દીઓ પૈકી કુલ 540 લોકોનું 14 દિવસનું કોરેન્ટાઇન પૂર્ણ થતા તેમના કોરોનાના પ્રાથમિક રિપોર્ટ કરાવ્યા હતા. તમામના રિપોર્ટમાં કોરોનાના લક્ષણો ન જણાતા તેઓને હોમ કોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવી હતી. લોક ડાઉન દરમિયાન આરોગ્ય વિભાગની 1,112 ટીમ દ્વારા વલસાડ જિલ્લાના 18.90 લાખ લોકોની વસ્તીમાં 14.73 લાખ લોકોના ઘરે જઈને સર્વેની કામગીરી કરવામાં આવી હતી. સર્વે દરમિયાન પરિવારમાંથી રાજ્ય બહાર અને વિદેશ પ્રવશેથી પરત આવેલાનું પણ સર્વે કરવામાં આવ્યું હતું. જિલ્લાના હોમ કોરેન્ટાઇન દરમિયાન જિલ્લાની બહાર કોઈ નથી ગયું તેનું પણ સર્વે કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના સર્વે દરમિયાન મેલેરિયા, શરદી, ખાંસીના દર્દીઓને પ્રાથમિક તપાસ પણ કરવામાં આવી હતી.

કોરેન્ટાઇન દરમિયાન સાવચેતી રાખવી જરૂરી

વલસાડ જિલ્લામાં હોમ કોરેન્ટાઇન દરમિયાન 486 લોકોને કોરોનાના લક્ષણો ન દેખાતા તેઓને કોરેન્ટાઇમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરેન્ટાઇ દરમિયાન 14 દિવસ દર્દીએ જાત્તે રૂમમાં લોક ડાઉન થઈને રહેવાનું હોય છે. તેના વાસણો, કપડાં, વગેરે તમામ વસ્તુઓ અલગ રાખીને રહેવું પડે છે. 14 દિવસ દરમિયાન કોરોનાના લક્ષણો ન મળતા હોમ કોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવે છે. > ડો. મનોજ પટેલ, એપેડેમિક અધિકારી
અન્ય સમાચારો પણ છે...