તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક ડાઉનનો ભંગ કરનારા છ સામે ગુનો નોંધાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દહેગામ શહેર અને તાલુકામાં લોકડાઉનને લોકો સંપૂર્ણ પણે અમલ માટે પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન લોક ડાઉન જાહેર હોવા છતાં દહેગામના બસ સ્ટેન્ડ પાસેથી ટુ વ્હીલર વાહન લઇને ફરતા દિપકભાઇ રાજુભાઇ દેવીપૂજક તેમજ સાત ગરનાળા પાસેથી અમિતભાઇ દેવીપૂજક રહે.સાત ગરનાળા દહેગામને ઝડપી લીધો હતો. જયારે બારિયા ગામે વાળંદની શોપ ચાલુ રાખી તેમાં ટોળા ભેગા કરવા બદલ બારિયાના કિરીટભાઇ શર્મા બહિયલ ગામે સાહિલ બાબા પાન પાર્લરમાં પાન મસાલા અને કોલ્ડીક્સનું વેચાણ કરતા યુનુસભાઇ સિપાઇ અને બહિયલમાં જ ડબલ ડાયમંડ સિંગચણાની દુકાન ચાલુ રાખનારા અબ્દુલકાદર શેખ તેમજ ઇસનપુર ડોડીયા તાબેના બાવાના મઠ ગામે ગલ્લો ચાલુ રાખનારા અરવિંદજી સોલંકીને ઝડપી પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...