તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાપા યાર્ડ પાસેની શાક માર્કેટ બંધ : કિશાનચાેક, રણજીતનગર સહિતની માર્કેટ પણ બંધ કરાવાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને ફેલાતી અટકાવવા જામનગરમાં મનપા દ્વારા સુભાષ શાકમાર્કેટ બંધ કરી હંગામી ધોરણે હાપા માર્કેટ યાર્ડ પાસે સ્થળાતંર કરવામાં આવી હતી. જેની સમયમર્યાદા પૂર્ણ થતાં આ શાકમાર્કેટ બંધ કરવમાં આવી છે. બીજી બાજુ સ્થાનિક શાકબજારો બંઘ કરાવી હોવા છતાં શાકભાજીના વેંચાણ સબબ 15 વજનકાંટા જપ્ત કરવામાં આવ્યા છે. લોકોના ટોળાં ઉમટતા 54 દિ.પ્લોટ, કિશાનચોક, રણજીતનગરમાં શાકમાર્કેટ બંઘ કરાવાઇ છે.

કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉન બાદ સુભાષ શાક માર્કેટમાં લોકોના ટોળાં ઉમટી પડતા મનપાએ તાકીદની અસરથી આ માર્કેટ બંધ કરી હતી. આટલુ઼ં જ નહીં સ્થાનિક શાકમાર્કેટ બંધ કરાવી આ બજારમાં બેસતા ધંધાર્થીઓને લારી કાઢી આજુબાજુના વિસ્તારોમાં શાકભાજીનું વેંચાણ કરવા સૂચના આપી હતી.

આ સ્થિતિમાં ઘરની નજીક શાકભાજી મળતા હોવા છતાં ઘણાં શહેરીજનો શાકનું બહાનું કરી હાપા યાર્ડ નજીક ભરાતી બજારમાં શાક લેવા જતાં હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. બીજી બાજુ કોરોના રોગનો વ્યાપ વધતાં રાજયમાં પોઝીટીવ કેસનું પ્રમાણ વધ્યું છે. પરંતુ જામનગરમાં હજુ સુધી કોઇ પોઝીટીવ કેસ નોંધાયો નથી. આમ છતાં તકેદારીના ભાગરૂપે તથા સમયમર્યાદા પૂર્ણ થતાં હાપા યાર્ડ નજીક સ્થળાતંર કરવામાં આવેલી શાકમાર્કેટ બંધ કરવામાં આવી છે.

બીજી બાજુ ગુલાબનગર વિસ્તારમાં ભરાતી શાક માર્કેટ બંધ કરવા અવારનવાર સૂચના આપવા છતાં શાકભાજીનું વેંચાણ કરતા 9 ધંધાર્થીના વજનકાંટા અને કડીયાવાડ શાકમાર્કેટમાંથી 6 ધંધાર્થીના વજનકાંટા જપ્ત કરવામાં આવ્યા હતાં.

તદઉપરાંત 54 દિગ્વિજય પ્લોટમાં ભરાતી શાકમાર્કેટ બંધ કરાવી 6 વજનકાંટા જપ્ત કરાયા છે. જયારે કિશાનચોક અને રણજીતનગરમાં શાક માર્કેટ બંધ કરાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...